Posted by: Manish MISTRY | ફેબ્રુવારી 24, 2011

Google ખીચડી!

એકવાર ચકીબહેન ઘઉં નો દાણો લઈને વહેલા ઘેર આવી ગયા. બરાબર ભૂખ લાગી હતી! ચકાએ હમણાં જ mobile પર કહ્યું કે ચોખાનો દાણો લાવતા મને વાર લાગશે! એટલે ચકીબહેને google પર જોયું કે ખીચડી બનાવવી છે પણ મારી પાસે ચોખા ના હોય તો બીજી કેવી રીતે બનાવી શકું! હા આ 2011 ની કાલ્પનિક reality છે!

જયારે હું વડોદરા MSU ની boys hostel માં રહેતો હતો ત્યારે મારા room માં ક્યારેક ‘સખી’ હોય તો ક્યારેક ‘મખી’ હોય! Interesting લાગે તેવી આ વાતમાં સહેજે confuse ના થશો – હું મારા રાંધણ કળા ના પ્રયોગો ની વાત કરું છું કે જયારે હું ખીચડી બનાવતા શીખ્યો ત્યારે તેની બે flavours મને ફાવવા લાગી (ખાતા તો ફાવતી જ હતી, બનાવતા પણ ફાવવા લાગી!) એ બે એટલે સાદી ખીચડી (સ.ખી.) અને મસાલા ખીચડી (મ.ખી.)! ખબર પડી? આજે આ યાદ કરવાનું કારણ….?

તરલા દલાલ અને સંજીવ કપૂર નું પાકશાસ્ત્ર પુસ્તક સ્વરૂપે હવે ઠેર ઠેર મળે છે (અમે India થી import કર્યું છે!). પણ વાંચતા-વાંચતા રાંધતા-રાંધતા પાનું ફરી જાય તો Coolie (1983) માં અમિતાભ બચ્ચન સાથે “યોગ omelete” જેવી હાસ્યાસ્પદ દુર્ઘટનાઓ ઘટે છે તેવી થવાની શક્યતા છે! એ સમજયા પછી તમે રાંધતા શીખવા માટે youtube તરફ વળી જશો! video જોઇને મોઢામાં પાણી આવી જાય તેવી વાનગી ની recipes print કરીને cooking console નજીક રાખવા માટે તમારે જે તે વાનગીનું નામ google કરવું પડે. બસ, ત્યાં થોડો અવકાશ હતો સુધારાનો જે google પૂરવા પ્રયત્ન કરી રહ્યું છે. આજે Google એ પોતાના helping hand ને વધુ extend કરીને તમારા ‘taste ને અનુરૂપ’ service આપવાની દિશામાં એક વધુ પગલું ભર્યું છે  – હવે તે તમને રાંધવામાં પણ વધુ મદદ કરે છે!

આજે સવારે જ google blog પર વાંચ્યું કે હવે તમને વિશ્વભરની તમામ વાનગીઓ કે જેના માટે કોઈકે ક્યાંક કૈક net પર લખ્યું છે તે તેમાં રહેલ ingredients અને calories ની પસંદગી પ્રમાણે તમે google કરી શકશો! અને મેં તરતજ ‘અમારી’ (read bonus below) પ્યારી ખીચડી ને યાદ કરી. તમારા માટે મેં આ ખીચડી search કરી રાખી છે તે જોઈ જુઓ! અને પછી અહી comments માં તમારા recipe search ના અખતરા વિષે સ્વાદિષ્ટ વાતો કરીએ!

Bonus:
ગૃહલક્ષ્મી અન્નપૂર્ણા શ્રીમતીજી જયારે બે ત્રણ વાર પૂછે કે “આજે શું ખાવું છે?” ત્યારે હું બે standard જવાબ આપું છું – lunch ની વાત હોય તો “થોડી જલેબી અને પાતરા બનાવી દે, આજે દાળ-ભાત-શાક-રોટલી ખાવાની ઈચ્છા નથી!” અને dinner ની વાત હોય તો “ખીચડી“! (કારણ કે મને ખબર છે કે એને ખબર છે કે મને ખબર છે કે એણે શું બનાવવું તેનો માત્ર વિચાર નહિ પણ અડધી-પડધી તૈયારી પણ કરી દીધી છે પણ આ સંવાદ ગૃહસ્થજીવનની મીઠાશ છે!) એ મીઠાશ પ્રસરી ચૂકી છે અમારા ‘નાનકા’માં પણ – મમ્મી જો એને પૂછે કે શું ખાવું છે તો રોકડો જવાબ મળે છે – “ખીચડી”!

Leave a comment

શ્રેણીઓ