Posted by: manmis | જૂન 18, 2010

Vuvuzela (વૂવૂઝેલા)

Vuvuzela (વૂવૂઝેલા) plasticની બનેલ એક શરણાઈ જેવા આકારની પણ ભૂંગળની ભત્રીજી જેવી પીપૂડી છે!

નગારખાનામાં ‘તતુડી‘ ફૂંકે તો કોણ સાંભળે? (જવાબ: કોઈને ના સંભળાય!) પણ કહે છે ને કે संघे शक्ति कलौ युगे તેમ આખા stadium માં એકસાથે વાગતી ૩૦૦૦૦ થી વધુ આ તતુડીઓ FIFAના નાકમાં (અને TV પર આ રમત જોનારા ચાહકોના કાનમાં) દમ કરી દીધો છે. દલપતરામની કવિતામાં એક શરણાઈવાળો શેઠને રીઝવવા મથે છે એના કરતાં આ રસ્તે stadium માં મોંઘા ભાવની ticket ખરીદીને બેસેલા આટલા બધા ચાહકો એકતાસહ આ મધુરનાદ કરતા હોય તો એમનો એક અને નેક ઈરાદો એ હોઈ શકે કે જોજનો દૂર TV સામે બેસીને મજાથી ચા-નાસ્તા સાથે આરામથી matches જોવાના અભરખા રાખનારાઓને મોંઘા ભાવના TV અને sound system ખરીદવા બદલ પસ્તાવો થાય અને એ સતત યાદ રહે કે એ stadium પર રૂબરૂ match જોવા નથી ગયા!

આપણે ત્યાં સુરતમાં ૨૦૦૮માં શહાદતની રાત અને તાજીયા વિસર્જનના દિવસે વિસર્જન route પર જાહેરમાં પીપૂડી વેચવા કે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ હતો પણ દક્ષિણ Aftica નાં રમત-ગૌરવ તરીકે ઓળખાતા આ “ઉત્સાહપ્રેરક સરળ-લઘુ-ધ્વનીયંત્ર” ને FIFA Football WorldCup stadia માં પ્રવેશતાં અટકાવી શક્યું નથી!

Vuvuzela typically સરગમના પહેલા સ્વર ‘સા’ ને એકધારો વગાડી શકે છે. આ ‘સા’ સૂરને તેનું નામ ષડજ એટલે કે ગધેડા પરથી પડ્યું તે વાતનું કદાચ એકવીસમી સદીનું અનુસંધાન છે!
‘વૂ…’  ‘વૂ…’ જેવા આ એકધારા अहो ध्वनि ને લીધે એનું નામ પડ્યું છે. મારી એક colleagueએ તો આ અવાજને પોતાના mobile માં record કરી લીધો છે અને તેને morning alarm તરીકે વાપરે છે! આ વિશિષ્ટ અવાજ સાંભળવા માટે TV ચાલૂ કરવાની તસ્દી ના લેવી હોય તો અહી તેનો ત્રાસ માણી શકો છો! button દબાવવાની પણ તસ્દી ના લેવી હોય તો અહી આ પ્રોત્સાહક પ્રવૃત્તિ ને અંજલિ રૂપે બનાવેલ site પર જઈ શકો છો! અને તેમ કરતાં-કરતાં આ અવાજના પ્રેમમાં પડી જાઓ તો સતત તેને સાથે રાખવામાં iVuvuzela નામની mobile application તમારી મદદ કરી શકે છે! ઘણા લોકોએ કાન સંબંધી ફરિયાદો માટે doctors નાં કાન દુખાડવાના શરુ કરી દીધા છે પણ football પ્રેમીઓમાં આ વ્યાધિ TV મારફત ચેપી રોગ ની માફક જગતસમગ્રમાં ફરી વળે તેવી અત્યાધુનિક શક્યતાને નકારી શકાય નહિ!

મારો vuvuzela અંગેની બકબકનો આ મારો ઓછો પડે તો એના વિષે  twitter પર થતા આ કલબલાટ નો વૂ વૂ ઝેલવાનું ચૂકતા નહિ! જો કે આ સાધનની મજાક ઉડાવવાનો સૌથી ગંભીર પ્રયત્ન youtube પરની આ videos માં દેખાય છે!

જો તમે computer પર TV Tuner વાપરીને આ matches જોતા હોવ તો Lifehacker પર આ ત્રાસદાયક અવાજને ‘filter’ કરવા એટલે કે ‘ગાળીને’ સાંભળવાની રીત આપેલી છે તે કામ લાગી શકે છે. અલગ channel પર આ અવાજ વિનાનું પ્રસારણ કરવાના પ્રયાસો પણ વિચાર હેઠળ છે!

Bonus:
“એ પીપુડી(vuvuzela)વાળા? તારો ભાઈ ક્યાં છે?”
“એ ઊભો ત્યાં, કાનમાં ભરાવવાના પૂમડાં (earplugs) વેચે છે! આ અમારો ઘરનો ધંધો (family business) છે!”

Advertisements
Posted by: manmis | મે 8, 2010

રજુ થાય છે – RandomClix

ખૂબ જૂની ઈચ્છા હતી પણ હવે આજે રજુ કરું છું, RandomClixManish MISTRY’s PhotoBlog (મનીષ મિસ્ત્રી તસવીરો ખેંચતા શીખે છે!)

Posted by: manmis | એપ્રિલ 24, 2010

Birthday – એક બે ફકરાની વાર્તા

રવિવારે સાંજે સભ્યતા societyના સંસ્કૃતિવિલાસ bungalowમાં ચિન્ટુના birthday ની ધૂમ મચી હતી, એના પપ્પા અનિકેતે આપેલી grand party માં ભેગા થયેલા બધા આનંદ મશગૂલ હતા. વર્ષોથી સંબંધો બનતા આવેલા તેમ દરેક ધર્મ અને પ્રાંત ના મિત્રો અને પડોશીઓને આમંત્રીને ચિન્ટુનો  આ પાંચમો જન્મદિવસ ખાસ રીતે ઉજવવાની તેની મમ્મી પૂર્વાને ખૂબ હોંશ હતી. જાતજાત ના ખાણીપીણી, મીઠાઈઓ અને પકવાનો તૈયાર હતા અને મહેમાનો આવતા-વહેંત હસી-ખુશીના માહોલ માં જોડાઈ જતા હતા. બાળકોના આનંદ નો પાર નહોતો.
Cake કાપવાનો સમય થયો ત્યારે ચિન્ટુ ખૂણામાં બેસેલા તેના ખાસ મિત્ર ઈકબાલને બોલાવી લાવ્યો, પણ ઈકબાલ ઉદાસ દેખાતો હતો. ચિન્ટુ એ જાણવા મથતો હતો કે ઈકબાલ ઉદાસ કેમ હતો પણ ઇકબાલ કઈ બોલતો નહોતો. Cake કાપવાના સમયની અનિકેતે જાહેરાત કરી ત્યારે બધા આ બાળમિત્રોની આજુબાજુ ટોળે વળ્યા. થોડી શાંતિ છવાઈ ગઈ ત્યારે ડુસકા મિશ્રિત સ્વરમાં ઇકબાલ માંડ એટલું બોલી શક્યો – “चिंटू! परसों तू जब मेरे घर आया तब मैंने अपना Rocky मुर्गा दिखाया था ना, हम जिसके साथ पूरी दोपहर खेले थे! कल तेरे papa ने हमारी दुकानपे order दिया था. उस कोने में रखे plate में उसीका मुर्ग-मुसल्लम बनाके रख्खा है! आज उसका भी birthday था!”

"The things you own end up owning you" – Tyler Durden in Fight Club 1999 movie, screenplay by Jim Uhls, directed by David Fincher, novel by Chuck Palahniuk

આ આખેઆખી માણસજાત technology ના હાથે વપરાઈ નથી રહી? Internet હવે basic necessities માં ગણાય છે! Google એટલો data collect કરી રહ્યું છે અને સાથે સાથે તેનો processing power પણ વધી રહ્યો છે કે નેવુંના દશકની કોઈ sci-fi movie ના wicked computer જેવું તેનું ભવિષ્ય ભાખવું આસાન છે! મન થાય ત્યારે રીંગ વગાડીને રમકડા સમો mobile માણસની તમામ પ્રવૃત્તિઓને સ્થગિત કરીને તેની ઇન્દ્રિયસર્વને ક્ષણવારમાં પોતાના તરફ ખેંચી લે છે – માણસ mobile નો હરતોફરતો બંધાણી થઇ ગયો છે! હું એક એવા transition period માં જીવી રહ્યો છું કે જેમાં પ્રગતિ ને ઉર્ધ્વગતી કે અધોગતિ જેવા દિશાસૂચક વિશેષણો લગાડવા અશક્ય સમા છે અને તેની ઝડપ exponentially વધી રહી છે. છતાં કદાચ એને કરેલ programming ને કારણે દરેક યુગના સરેરાશ માણસની જેમ હું માત્ર મારા પોતાના ભવિષ્ય અને અંતની જ ચિંતા કરું છું – એથી આગળ નું નથી તો મને દેખાતું કે નથી મને તેની પરવા! દ્રષ્ટિ પણ વાળીને પાછી અહી જ આવશે અને કદાચ આ "સંસારચક્ર" અનંત અને અવિરત છે તેથી તેમાં વિશ્વાસ મુકીને મારો જીવનચાપ પૂરો કરું તેમ માની સંતોષ પામું છું પણ એટલી તો ખાતરી છે કે મારો ચાપ પૂરો થશે એટલું આ ચક્ર આગળ વધશે. મારો કદાચ એ જ role છે!

Melbourne ના વૈષ્ણવ સંઘ દ્વારા અહી ભાગવત સપ્તાહનું આયોજન હતું. સપ્તાહાંતે રાસ-ગરબા પણ હતા. અમારા સદનસીબે ધાર્મિકવૃત્તિના ગુજરાતી પાડોશીએ pass લઇ રાખવાનું સુચન કર્યું અને તેમની સાથે જ અમે ગયા શનિવારે ગયા પણ ખરા. નવું નવું ચાલતા શીખી રહેલા હર્ષિલને Vermount South માં આવેલા એ મસમોટા indoor sports complex ના વિશાળ polished wooden floor પર ભાગમભાગ કરવાની મજા મજા પડી ગઈ (અને મને તેનું video recording કરવાની!). કદાચ વધારે મજા તો એને બીજા બાળકો ને મસ્તી કરતા જોઇને આવી હશે, કારણ કે ત્યાર પછી થી એના તોફાનો થોડા વધ્યાં છે – એનો guilt (દોષ-ભાવ) જતો રહ્યો છે કે “આવી મસ્તી તો બધા કરે જ છે!”.

રવિવારે સાંજે પપ્પા-મમ્મી (ભલે આ શબ્દો અંગ્રેજી કે અન્ય ભાષા ના રહ્યા પણ મને વ્હાલી ગુજરાતી ભાષા શીખવાના અને તેને વ્હાલ કરવાના ગુણ આપનાર એમના માટે આ શબ્દો હું ગુજરાતી લીપીમાં જ લખીશ!) સાથે Skype પર chatting કરતાં તેમને હર્ષિલની દોડાદોડ ની એકાદ video મોકલવાનું મન થયું પણ file size જોતા તે મન મનાવી લેવું પડ્યું! થોડીકવાર પછી મારા Adelaide ના મિત્ર ગીરીશ પટેલ સાથે વાત થઇ ત્યારે તેને પણ એ video બતાવવામાં એ જ મુશ્કેલી નડે તેમ હતી ત્યાં મને એક વિચાર આવ્યો. ઘણીવાર પપ્પાને એમના laptop પર કઈ કામ કરવામાં તકલીફ પડે તો હું Skype ના Screen Sharing feature નો પ્રયોગ કરી તેમને ક્યાં click કરવું તેનું chatting દરમિયાન સૂચન આપી નાની નાની વાતો શીખવું છું. (“પપ્પા, મને ઘણીવાર એમ થાય છે કે તમને હું હવે મારી ઉમરના ત્રીસ વર્ષે technology શીખવું છું, પરંતુ technology સાથે હર્ષિલની પેઢી એટલી ઝડપથી આગળ વધે છે કે કદાચ દસેક વર્ષમાં હું તેની પાસેથી ઘણી વાતો શીખી શકીશ – જેમકે નવું gaming console કઈ રીતે operate કરવું, કે કદાચ મંગળ પર expeditionમાં ગયેલા તેના મિત્રો તરફ mediamate વડે ખમણ બનાવવાની રીત કઈ રીતે beam કરવી!”)

હવે, જો હું મારો આખો screen share કરું તો મારા screen પર ચાલતી video તે પણ જોઈ શકે. ગીરીશ સાથે chatting માં આ અખતરો successful રહ્યો એટલે ફરી પપ્પાને phone કરી વિનંતી કરીને skype chatting માં પાછા બોલાવ્યા! અને શનિવારે અને તે પહેલાં લીધેલાં ઢગલાબંધ નવા photos અને videos બતાવ્યાં. અલબત્ત, video નું પરિણામ (screen resolution) video download કરીને જોવા કરતાં બેશક ઉતરતી કક્ષાનું હતું પણ મજા એવી જ આવી! તરત ફેસલો!

આ trick ખરેખર સરળ છે અને કામ લાગે તેમ છે તેથી અહી લખવાનું મન થયું! થોડી વધારે માહિતી ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવવાના હેતુથી …
તમારા computer screen પર તમને જે દેખાય છે તે જ વસ્તુ તમે જેની સાથે વાત કરી રહ્યા છો તેને પણ તે જ સમયે તે જ પ્રમાણે દેખાય (movements સાથે) તે માટે જયારે સ્ક્ય્પે પર તમારી વાત ચાલુ હોય ત્યારે call menu માંથી share > share your screen પર click કરવાથી તમે આખો screen કે તેનો અંશ સામેવાળા ના screen પર પ્રદર્શિત કરી શકો છો. બેશક આમાં internet (bandwidth) વધારે વપરાશે તેથી પોતાના ખર્ચે અને જોખમે આ પ્રયોગ કરવો!

PS: આજે પહેલીવાર WordPress blog પર email દ્વારા posting કરી રહ્યો છું.

Bonus: दिल तो बच्चा है जी – इश्किया २०१०
રાહત ફતેહ અલી ખાનનો નવો અવાજ અને નવા સાજ લઈને પણ હેમંતકુમાર ના કોઈ જૂના ગીત ની યાદ આપાવે તેવું સંગીત; accordion ના અદભૂત આરોહ અવરોહ માં સરકતી ગુલઝારની મુલાયમ કલમ; middle eastern percussion ની થાપ ના સથવારે મન ડોલાવતી હોય ત્યારે શબ્દો પર કદાચ ધ્યાન ના પણ જાય પણ જયારે પરદા પર રહીને પ્રૌઢ થયેલા નસીરુદ્દીન શાહ ને ઉમર ને અનુરૂપ role માં આખું ગીત ફાળવેલુ હોય તો તેમાં આવા સરળ શબ્દો પરોવીને ગીત લખાય ત્યારે अभी तो में जवान हूँ ગીતના આધુનિક વિકલ્પ જેવી આ અફલાતૂન રચના મળે! lyrics, music, composition to match the casting!
Lyrics from A Lyrics Diary
Film – Ishqiya (2010) Lyrics – Gulzar Singer(s) – Rahat Fateh Ali Khan Music Director : Vishal Bhardwaj

ऐसी उलझी नज़र उनसे हटती नहीं; दाँत से रेशमी डोर कटती नहीं
उम्र कब की बरस के सुफेद हो गयी; कारी बदरी जवानी की छटती नहीं
वल्ला ये धड़कन, बढ़ने लगी है; चेहरे की रंगत उड़ने लगी है
डर लगता है तनहा सोने में जी
दिल तो बच्चा है जी; दिल तो बच्चा है जी; थोडा कच्चा है जी; हाँ दिल तो बच्चा है जी

ऐसी उलझी नज़र उनसे हटती नहीं; दाँत से रेशमी डोर कटती नहीं
उम्र कब की बरस के सुफेद हो गयी; कारी बदरी जवानी की छटती नहीं
रा रा रा ..

किसको पता था पहलू में रक्खा; दिल ऐसा पाजी भी होगा
हम तो हमेशा समझते थे कोई; हम जैसा हाजी ही होगा
हाये जोर करे, कितना शोर करे; बेवजा बातों पे ऐंवे गौर करें
दिल सा कोई कमीना नहीं; कोई तो रोके, कोई तो टोके; इस उम्र में अब खाओगे धोखे; डर लगता है इश्क करने में जी
दिल तो बच्चा है जी; दिल तो बच्चा है जी; थोडा कच्चा है जी; हाँ दिल तो बच्चा है जी

ऐसी उदासी बैठी है दिल पे; हसने से घबरा रहे हैं
सारी जवानी कतरा के काटी; पीरी में टकरा गए हैं
दिल धड़कता है तो ऐसे लगता है वो; आ रहा है यहीं देखता ही न हो
प्रेम की मारे कटार रे; तौबा ये लम्हें कटते नहीं क्यूँ; आँखें से मेरी हटते नहीं क्यूँ; डर लगता है मुझसे कहने में जी
दिल तो बच्चा है जी; दिल तो बच्चा है जी; थोडा कच्चा है जी; हाँ दिल तो बच्चा है जी

Posted by: manmis | માર્ચ 17, 2010

…I chose to be an exception!

હું Cricketનો આશિક નથી (અને આ હું બહુ ગર્વથી કહું છું!). જયારે જયારે કોઈ સાથી કાર્યકર Cricket અંગે વાત કાઢે અને હું કહું કે “I am not much into Cricket” ત્યારે તેને આશ્ચર્ય થયા વિના રહેતું નથી. પણ હું એને મારા quote જેવું આ વાક્ય કહી દઉં છું – “Yes, I know that an average Indian is a huge Cricket fan, but I chose to be an exception!” (દેશી તરજુમો: હું જાણું છું કે સરેરાશ ભારતીય Cricket ની રમતનો બહુ મોટો ચાહક હોય છે પણ મેં તેમાં અપવાદ બનવાનું પસંદ કર્યું!). મને Cricket નથી ગમતી તેમ નથી, અને તેથી વધુ એમ પણ કે મને Cricket ચાહકો નથી ગમતા તેમ પણ નથી પરંતુ અવારનવાર તક મળે ત્યારે તેમની સાથે Cricket-ચાહના ના ગેરફાયદાઓ વિષે હળવા mood માં ચર્ચા છેડી લઉં છું! 30+ માં સચિન પુરુષાર્થ અને પુરસ્કારના સર્વોત્તમ મેળની નિશાની સમી બેવડી સદી ફટકારે ત્યારે એ વિક્રમ મારા નામે થયો હોવાનું કલ્પી પોરસાવાનું એ દરેક સરેરાશ ભારતીયની જેમ મને પણ ગમે છે પણ scoreboard ની पलपलकी खबर રાખવાનું મને પોસાતું (પરવડતું) નથી!

આજે મારા શ્રીલંકન સહકાર્યકર રજીથ (હા, આપણે કદાચ રજત કહેવાનું પસંદ કરીએ પણ નામ ‘રજીથ’ (Rajith) જ છે!) એ સચિન તેંદુલકર કેવી રીતે શ્રીલંકા જઈને પોતાના કમરનું દર્દ મટાડી આવ્યો તેની વાત કરી. એણે કહ્યું  કે સચિનની સારવાર કરનાર doctor allopathy નહિ પણ આયુર્વેદ જેવી કંઈ ઉપચાર પદ્ધતિ વાપરે છે. તે શ્રીલંકાના રાષ્ટ્રપતિનો અંગત doctor છે. તેણે આ ઉપચાર માટે હિમાલય થી દવાઓ મંગાવી હતી. પછી શ્રીલંકા (લંકા) નો reference લઈને મેં તેને એક analogy બતાવી. પાંચેક હજાર વર્ષ પહેલાં એ જ લંકામાં લક્ષ્મણ જયારે રામ-રાવણ ના યુદ્ધ માં મૂર્ચ્છિત થઇ ગયા હતા ત્યારે રાવણ ના અંગત વૈદ્ય પાસે ઉપચાર કરાવ્યો હતો અને તેના માટે હનુમાન પોતે છેક હિમાલયથી સંજીવની બૂટી (પર્વતસહીત!) લાવ્યા હતા તે વાત પ્રસિદ્ધ છે.

Bonus:

નોકરી ખોવા અને મેળવવા ના ઘટનાક્રમ દરમીયાન સૂઝેલ આવો જ મારો અન્ય એક quote:
If only one in a million gets lucky, why just can’t I be that one?
દેશી તરજુમો: જો લાખો માં એક જ નસીબદાર હોય તો એ હું કેમ ના હોઈ શકું?
ગયા શનિવારે Adelaide ના મિત્ર સંદીપભાઈ શાહે નવા વરસમાં સારા સમાચાર આપતો સતત બીજો SMS કર્યો. આ વખતે વાત હતી 3 Mobile ની નવી capsની જેમાં છે unlimited 3-to-3 calls!

તે પછી 3 Customer Care 13 22 20 માં વાત કરીને જાણેલી આ વાતો આપણી સાથે share કરું છું. આ capsમાં

  1. Video Calls પણ મફત છે.
  2. બધી 150 cap minutes international calls માં વાપરી શકાય છે.
  3. ગમે ત્યારે તમારી ચાલૂ cap માંથી આ નવી cap માં જઈ શકાય છે (પણ પાછા આવવું શક્ય નથી!) અને તે પણ કોઈ વધારાના charges વિના શક્ય છે.
  4. જૂની caps માં “News and Weather” ને “News and Info” ના નવા નામ હેઠળ સમાવેલ છે જેથી મોટાભાગની Planet3 services જેમની તેમ રહે છે અને નવી ઉમેરાય છે.
આવતા મહીને Skype નો free trial expire થાય છે ત્યારે કદાચ 3 ના market surveys પરથી આવેલા વર્તારા નો તેઓ પૂરો લાભ ઉઠાવી રહ્યા છે! ભારતમાં Reliance-to-Reliance Free calls ની વર્ષોથી ચાલતી જૂની અને જાણીતી સગવડો કે જેનાથી હવે લોકો ટેવાઈ પણ ગયા છે તેની સામે Australia માં હજી હવે આ પ્રકારની caps launch કરનાર 3 ને એટલું જ કહી શકાય કે  – देर आये दूरस्त आये!
Bonus:
તમે Vodaphone સાથે હોવ તો પણ વાંધો નહિ – ત્યાં પણ FREE vodaphone-to-vodaphone calls વાળી caps launch થઇ ચૂકી છે.
Posted by: manmis | માર્ચ 1, 2010

Skype on 3 મફત mobile VOIP!

ગયા શનિવારે આ સેવાનો એક રસપ્રદ અનુભવ થયો. હું મારા 3 mobile થી skype પર હિમતનગર વાતચીત કરું છું. તેમાં અમુક ખરાબીઓ જણાઈ. Mobile હજુ હમણાં લીધો હોવાથી તેની એક વર્ષ ની warranty અંતર્ગત શુક્રવારે તેને repairs માં મોકલાવ્યો. પછી મારું SIM બીજા એક mobile માં નાખીને વાપરું છું કે જે skype compatible નથી. છતાં મારા પપ્પાએ કરેલ skype call ની ring મને એ mobile પર આવી અને મેં call receive પણ કર્યો અને લગભગ પોણો કલાક વાત કરી. મારા હિંમતનગરના ઘરે ગાયત્રીયજ્ઞ યોજ્યો હતો તેના મંત્રોચ્ચારો ભારતથી Australia મારા ઘરમાં સંધ્યાટાણે દીવાબત્તી ના સમયે સંભળાતા હતા અને આ મારા માટે એક અદભૂત અને અવિસ્મરણીય અનુભવ હતો!

કદાચ skype માં હજુ હું mobile પરથી login હોઈશ. ખરેખર, આ સેવા કંઈક અલગ રીતે કામ કરે છે. મને સમજાય છે તેમ, તમે જયારે પહેલી વાર 3 mobile પરથી skype પર login થાવ છો ત્યારે તે તમારા mobile number ને તમારા skype id સાથે જોડી દે છે. તમારે જો કોઈને call કરવો હોય તો skype માં login થવું જરૂરી છે. પણ કોઈ તમને call કરે તો Skype Australia નું mobile center તમારા SIM number પર તે call transfer કરે છે (જેનો અલગ number screen પર દેખાય છે!) અર્થાત call receive કરવા માટે mobile પર થી skype login રહેવું જરૂરી નથી.

જો તમે 3 mobile ની skype app Planet 3 પરથી 28th Feb – 30 April 2010 દરમિયાન વાપરો તો આગામી ત્રણ મહિના માટે આ skype on 3 એવા તદ્દન મફત trial છે. Mobile VOIP નો આ લ્હાવો ચૂકવા જેવો નથી!

Bonus:

1000 steps કહેતા જૂનાળા ના જોગી ગીરનારની યાદ આવી જાય! પણ અહી Melbourne માં એ નામની પ્રખ્યાત જગ્યાએ ખૂબ મહેનતે ચઢ્યા પછી ત્યાં ખરેખર કઈ નથી તે જાણી નિરાશ થયેલ મિત્ર એ ત્યાં ટોચ પરની એક ગોખ જેવી જગ્યાએ પોતાના wallet માંથી સાઈબાબા નો photo ચોટાડી દીધો છે.Australia માં ફરવા જેવી જગ્યાઓ છે પણ ભારતમાં ડૂંગરા ચઢીને દર્શને જવાનો લાભ લેવાનું જે લોકો miss કરતા હોય તેમને માટે ખાસ જણાવવાનું કે 1000 steps જાઓ તો દિવસો જૂના આ સાઈ-સ્થાનકના ‘દર્શન’ કરવાનું ભૂલશો નહિ!

હું સાડા ત્રણ વર્ષથી Adelaide સ્થાયી હતો તે નોકરી જવાથી અ-સ્થાયી થયો અને હવે Melbourne મુકામે ફરી સ્થાયી થવા આવ્યો છું તે પ્રસંગે મારી પહેલાની blog ને યથાવત છોડી અહી લખવાનું ચાલુ કર્યું છે!
મહિનો એક થવા આવ્યો અહી રહેતા પણ હજુ તો વિસ્મય ભરી આંખે Melbourne ને નિહાળું છું. અહી ગોઠવાઈ, સચવાઈ કે ખોવાઈ જવામાં કોઈ વાંધો આવે તેમ લાગતું નથી! અને દુધમાં સાકરની જેમ ભળી પણ જવાશે!
મારા જુના મિત્રો આ blog સહયાત્રા ચાલુ રાખશે તેવી અપેક્ષા સાથે નવા મિત્રો ને જોડાવા ભાવભર્યું આમંત્રણ!

Bonus:

એક વાર સઢ ભર્યા, વાયરા ખૂલ્યા પછી હોડીને દૂર શું અને નજીક શું?

« Newer Posts

શ્રેણીઓ