Posted by: manmis | જૂન 25, 2018

The Egg ~ Andy Weir ઈંડું ~ એંડી વીયર

A friend sent me a link to the story long time ago.​ I seriously liked it so much, I decided to translate it in to at least two languages I know – Guajrati and Hindi. Here is my (this) life’s first attempt in translating.

Read the original at The Egg ~ Andy Weir

~~~

તું મર્યો ત્યારે તારા ઘરે પાછો આવતાં રસ્તા માં જ હતો.
ગાડી ને અકસ્માત થયો હતો.
કંઈ ખાસ નહિ પણ જીવલેણ તો ખરો જ. તારી પાછળ તું એક પત્ની અને બે બાળકોને મૂકી ગયો છે. તારું મોત દુ:ખરહિત થયું. એકસો આઠ નાં માણસોએ તને બચાવવાની પૂરો પ્રયત્ન કર્યો, પણ કોઈ ફાયદો ના થયો! તારું શરીર એટલું બધું વીંખાઈ ગયું હતું કે મારું માને તો આ સારું જ થયું.
અને ત્યારે જ તું મને મળ્યો.
“હેં?… શું થયું?” તેં પૂછ્યું ” હું ક્યાં છું?”
“તું મરી ગયો,” મેં કહ્યું, હકીકતભાવે. હવે શબ્દો ચોરવાનો કોઈ અર્થ નહોતો.
“એક ટ્રક હતો અને એ સરકવા માંડ્યો હતો ….”
“એ હા” મેં કહ્યું.
“હું…. હું મરી ગયો?”
“હા. …પણ બહુ ખોટું ના લગાડ…બધા મરે છે,” મેં કહ્યું.
તેં આસપાસ નજર ફેરવી. બધે નાસ્તિત્વ હતું. બસ તું અને હું. “આ વળી કઈ જગ્યા છે?” તેં પૂછ્યું. “આ​ મોત પછીની દુનિયા છે?”
“લગભગ” મેં કહ્યું.
“તમે ભગવાન છો?” તેં પૂછ્યું.
“હા,” મેં કહ્યું “હું ભગવાન છું”
“મારા છોકરાં… મારી પત્ની,”
“તેમનું શું છે?”
“એ બરાબર તો હશે ને?”
“આ મને ગમ્યું,” મેં કહ્યું “તું હજી હમણાં જ મર્યો છે અને તને તારા ઘરવાળાંની ફિકર છે. ખરેખર સારી વાત છે.”
તેં દિલચસ્પીથી મારી સામે જોયું.
તને હું ભગવાન જેવો નહિ લાગ્યો હોઉં. હું કદાચ કોઈ માણસ જેવો જ લાગ્યો હોઈશ. કદાચ કોઈ સ્ત્રી જેવો. કોઈ વિચિત્ર અધિકારી જેવું કદાચ. ભગવાન કરતા વધારે કોઈ માસ્તર જેવો.
“જો, બહુ ચિંતા ના કર!” મેં કહ્યું, “એ બધા બરાબર રહેશે. તારા છોકરાં તને ​​બધી રીતે પૂરો માનીને યાદ રાખશે. તારું માન ઘટવા જેટલો સમય એમને તારી સાથે નથી મળ્યો. તારી પત્ની દેખાડો કરવા રોશે પણ મનોમન રાહત અનુભવશે. ​​સાચું કહું તો તમારો સંસાર તૂટવાની અણી પર હતો. કંઈ સારું હોય તો બસ એ કે એવી રાહત અનુભવવાની એને શરમ આવશે.”
“અચ્છા,” તેં કહ્યું, “તો હવે આગળ શું થશે? હું સ્વર્ગમાં કે નર્કમાં કે એવું ક્યાંક જઈશ?”
“ક્યાંય નહી”, મેં કહ્યું “તું ફરી જન્મીશ.”
“ઓ!”, તેં કહ્યું, “તો તો પેલા હિંદુઓ સાચા જ હતા.”
“બધા ધર્મો પોતપોતાની રીતે સાચા જ હોય છે”, મેં કહ્યું, “ચાલ મારી સાથે”
તેં એ ખાલીપામાં મારી સાથે લાંબા ડગલાં ભરવા માંડ્યા. “ક્યાં જઈએ છીએ આપણે?”
“આમ તો ક્યાંય નહિ”, “મેં કહ્યું. “વાતો ચાલતાં-ચાલતાં કરવી સારી.”
“તો પછી, આ બધા નો અર્થ શું?”, તેં પૂછ્યું, “જયારે હું ફરી જન્મીશ ત્યારે કોરી પાટી ​​હોઈશ, બરાબર? નાનું બચ્ચું. આ જન્મમાં મારું બધું કર્યું-કારવ્યું-જોયું-જાણ્યું એનું કંઈ નહિ.”
“સાવ એમ નથી!” મેં કહ્યું, “તારી અંદર તારા બધા આગલાં જન્મોનાં અનુભવો અને શાણપણ છે. તને બસ અત્યારે એ બધું યાદ નથી.”
હું અટક્યો અને તારા ખભા પકડ્યા, “તારો આત્મા તું વિચારી ના શકે એટલો ભવ્ય,સુંદર અને પ્રચંડ છે. માણસનું મન તું ખરેખર જે છે તેનો અંશમાત્ર સંઘરી શકે છે, જેમ કે પાણી ગરમ છે કે ઠંડુ તે જાણવા પ્યાલામાં આંગળી ડબોળી હોય. શરીરનો એક નાનો ભાગ એ વાસણમાં મુકો અને જયારે બહાર કાઢો ત્યારે તેના બધા અનુભવો મેળવી લો.”
“માણસના શરીરમાં તું પાછલાં 48 વર્ષ રહ્યો છે, એટલે હજુ તો તેં તારી પોતાની અમાપ ચેતનાનો અંદાજો જ નથી કાઢ્યો. આપણે બંને ​​ઠીકઠીક લાંબો સમય સાથે રહીએ તો તને એ બધું યાદ આવવા માંડે. પણ દરેક બે જન્મ વચ્ચે એ બધું કરવાનો કોઈ અર્થ નથી.”
“તો પછી, મારા કેટલા જન્મો થયા છે?”
“અરે ઘણાં બધા! બહુ બધા. અને એય ​વળી બધા જુદાજુદા પ્રકારના.”, મેં કહ્યું, “આ વખતે તું ચીન ના એક ખેતમજુરને ત્યાં દીકરી બનીશ. ઈસુના 540 વર્ષ પહેલાં.”
“અરે પણ?” તું બબડ્યો “તમે મને ભૂતકાળમાં પાછો મોકલવાનાં?”
“એક રીતે બરાબર! સમય, જે તું જાણે છે, તે માત્ર તારી દુનિયામાં છે. અમારે ત્યાં બધું જુદું જ ચાલે છે.”
“તમે ક્યાંથી છો?” તેં કહ્યું.
“અરે હા!”, મેં સમજાવ્યું “હું ક્યાંકથી છું. ક્યાંક બીજેથી. અને મારા જેવા બીજા ઘણા છે. મને ખબર છે કે તારે એ જાણવું છે કે ત્યાં કેવું છે, પણ ખરું કહું? તને નહીં સમજાય.”
“અચ્છા,” તેં થોડું નિરાશ થઈને કહ્યું.”પણ, સાંભળો, જો મારો કોઈપણ સમયે બીજી જગ્યાએ ફરી જનમ થતો હોય તો હું મારી પોતાની સાથે ​કદીક તો સામસામેય થઇ જતો હોઈશ.”
“ખરેખર, ઘણીવાર એવુંય બને છે. બંને બસ પોતપોતાની જિંદગીમાં ગૂંચવાયેલા હોવાથી એવી ખબરેય નથી પડતી કે આવું ​​થઇ રહ્યું છે.”
“તો, આ બધાનો અર્થ શું છે?”
“ખરેખર?”, મેં પૂછ્યું “ખરેખર? તું મને જીવનનો અર્થ પૂછે છે? આ થોડું બિબાંઢાળ નથી?”
“​હોય ભલે, આ સવાલ બરાબર છે”, તું અડીખમ રહ્યો.
મેં તારી આંખો માં જોયું, “જીવનનો અર્થ, એકમાત્ર કારણ જેથી મેં આ આખેઆખી સૃષ્ટિ રચી, તે છે, તારો વિકાસ.”
“માનવજાત ને? તમે અમારો વિકાસ કરવા માગો છો?”
“ના, ખાલી તું! મેં આખી દુનિયા માત્ર તારા માટે બનાવી. દરેક ભવે તું વિકસે અને એક વધુ મોટી અને મહાન વિચારશક્તિ બને.”
“ખાલી હું? અને બીજાંબધાંનું શું?”
“બીજું કોઈ જ નથી,” મેં કહ્યું “આ બ્રહ્માંડ માં માત્ર તું ને હું છીએ.”
તું ખાલી મને મારી સામે તાકી રહ્યો. “પણ ધરતી પરના બીજા લોકો…”
“એ બધાંય એક તું જ. બધાં તારા અવતાર.”
“હેં? હું જ એ દરેક છું!?”
“હવે તને સમજાય છે,” તારી પીઠ અભિનંદનભેર થપથપાવીને મેં કહ્યું.
“હું પોતે એ દરેક માણસ છું જે કદીયે જીવ્યો?”
“…કે કદીયે જીવશે, હા.”
“હું અબ્રાહમ લિંકન છું?”
“ને તું જ જૉન વિલ્કીસ બૂથ, લિંકન ને મારનાર પણ.” મેં ઉમેર્યું.
“હું હિટલર?”, તેં આઘાતભેર પૂછ્યું.
“અને એ લાખો લોકો જેમને હિટલરે માર્યા.”
“હું ઈસુ છું?”
“અને તું ઈસુ નો દરેક અનુયાયી પણ છે.”
તું અવાક થઇ ગયો.
“જયારે પણ તેં કોઈને રંજાડ્યો,” મેં કહ્યું “ત્યારે તું પોતાને રંજાડતો હતો. ભલાઈનું તારું દરેક કામ તેં તને ખુદને પોતાને કર્યું છે. કોઈ પણ માણસ વડે ક્યારેય પણ અનુભવાયેલી સુખ અને દુઃખ​ની દરેક ક્ષણ તેં અનુભવી છે, કે હવે પછી અનુભવીશ.”
તેં લાંબો સમય વિચાર્યું.
“પણ શા માટે?” તેં મને પૂછ્યું “આ બધું શા માટે?”
“કેમ કે એક દિવસ, તું મારા જેવો બની જઈશ. કારણ કે એ જ તું છે, તું મારો અંશ છે. તું મારુ સંતાન છે.”
“વાહ!” તેં શંકાશીલ મનથી કહ્યું,”હું ભગવાન છું એમ?”
“ના, હજી નહિ. તું ગર્ભ છે. હજી વિકસે છે. સમયની સીમાઓ પાર બધા માનવજન્મો જીવ્યા પછી તું જન્મવા લાયક વિકસ્યો હોઈશ.”
“તો આ આખું જગત,” તેં કહ્યું” માત્ર એક…”
“ઈંડું.” મેં જવાબ દીધો “હવે સમય થઇ ગયો છે તારા નવા જીવનની શરૂઆતનો.”
અને મેં તને તારા રસ્તે મોકલ્યો.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: