Posted by: manmis | ડિસેમ્બર 21, 2010

ગુજરાતી Calendar નું Firefox Add-on (Beta)

GujCal Firefox Add-On Beta ScreenShot

GujCal Firefox Add-On Beta ScreenShot

આ સાથે પ્રસ્તુત છે પ્રાથમિક તબક્કે અખતરા માટે તૈયાર ગુજરાતી Calendar નું Firefox Add-on! આ file (Firefox Add-on Format XPI File) Firefox Add-On તરીકે install કરતાં Firefoxની windows માં statusbar માં સન્ક્ષિપ્ત રૂપે આજની તારીખ વાર તિથી વગેરે વિગત જોવા મળશે. જેમકે ઉપર screen-shot દર્શાવે છે તેમ આજે (આ લખતી વખતે) તારીખ 22/12/2010 Wednesday માગશર વદ એકમ ને બુધવાર છે તે 1222W મા(ગશર)વ(દ)૧(એકમ)બુ(ધવાર) કે 1222W માવ૧બુ તરીકે statusbar માં દેખાય છે. એ ટૂંકાક્ષરિ લખાણ ના સમજાય તો તેના પર mouse hover કરતાં (“ધરી રાખતા!?”) tooltip તરીકે આખું લખાણ જોવા મળશે.

Download Link (ફરી એક વાર!)

Disclaimer/ચેતવણી:  આ add-on http://www.readgujarati.com ના google પર publicly share કરાયેલા calendar પર માહિતી માટે આધારિત છે (Thanks heaps, મૃગેશભાઈ of readgujrati.com for sharing and maintaining all this!) એટલે firefox ની દરેક નવી window open કરતી વખતે તે Internet Connection નો ઉપયોગ કરે છે જે તમારા Internet વપરાશ માં (‘નજીવું?’) યોગદાન આપે છે! અહી આ software AS IS આપવામાં આવ્યું છે અને વપરાશકર્તાએ પોતાના વિવેકથી જોખમો જાણીને વાપરવું કેમ કે તેના ઉપયોગ થી થઇ શકતા કોઈ પણ નુકસાન માટે હું જવાબદાર નથી. આ સાધનમાં સુધારાવધારા કરવા ઇચ્છનાર જાણકારોને email દ્વારા વિનંતીથી source code ઉપલબ્ધ કરાવી આપવામાં ખુશી સમજુ છું!

Advertisements

Responses

 1. અરે યાર. ગીટહબ કે ક્યાંક સોર્સકોડ રાખો. મજા આવશે..

  • અત્યારે તો આ blog post કરવા માટે પણ સવારના પોણા ત્રણ નો સમય કાઢવો પડ્યો છે! 😉
   અને આ કદાચ મારો પહેલો પ્રયત્ન છે એ જોવાનો કે collaborative development માં કેટલા ગુજરાતી બંદા માને છે?

   • અમે તો છીએ જ. ભેગા થઈને કંઈક આવાં એક્સટેન્શ બનાવીએ?

 2. સરસ માહીતી … હું આ તરત જ ઇનસ્ટોલ કરી રહ્યો છુ..

 3. હાશ…હવે કોઈ દિવસે સવારે તારીખીયામાંથી તિથી જોવાની કે પત્તું ફાડવાનું રહી ગયું હશે તો વાંધો નહિ આવે. કેમ કે હવે તો પેલા મૃગેશભાઈનું તારીખિયું જોવા ગૂગલ calendar પણ ખોલાતું નથી

  આ નાતાલનાં (રજાઓથી પવિત્ર)તહેવારમાં હું આપને આવા સર્જનાત્મક કાર્યોમાં યોગદાન આપવા ખડે પગે તૈયાર છું. ગંગા અને બ્રહ્મપુત્રા નદીઓના પ્રવાહ જેવા વિશાળ IT ક્ષેત્રમાં મને તરવાનું તો ઠીક પણ કિનારા પર છબછબીયા કરતા પણ નથી આવડતા..તેમ છતાં પણ મારી કોઈ કુશળતા આપની (મારી) સર્જનાત્મકતામાં વધારો કરી શકે એવું હોય તો કહેતા જરાય અચકાવું નહિ.

  • Enthusiasm is contagious! Most welcome! be a tester (keep safe!) and also provide feedback especially constructive criticism. Thanks mate!

 4. Thanks


પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

શ્રેણીઓ

%d bloggers like this: