આજે સવારે થયેલ એક અનુભવ મેં મારા અંગ્રેજી blog પર વર્ણવ્યો છે.
રોજબરોજની ઘટનાઓ વચ્ચેથી આપણે સડસડાટ પસાર થઇ જઈએ છીએ, બસની બારીમાંથી ચકિત નયને વહેતા ઝાડવાઓ અને ખેતરોને નિહાળવાની બાળસહજ વૃત્તિના આભાવે!
આજે સવારે એ lift ના દરવાજા બે વાર ખુલ્યા પણ કોઈએ પ્રવેશ કર્યો નહિ કારણ કે તેની ઉપર કોઈએ એક કાગળ લગાવેલ હતો – OUT OF ORDER (lift કામ કરતી નથી, બગડેલ છે!)
ત્રીજી વાર જયારે ફરી કોઈકે button દબાવ્યું અને એની એ જ liftએ ફરી દરવાજા ખોલ્યા ત્યારે મેં chance લેવાનું પસંદ કર્યું અને પછી બધાએ સાહસ કર્યું, અને સૌ-સૌની જગ્યાએ પહોંચ્યા! મને થયું કે આપણા જીવનમાં કેટલા નિર્ણયો આપણે એવા માણસોનું કહ્યું માનીને લેતા હોઈએ છીએ કે જેમને આપણી કઈ પડી નથી હોતી, જેમને આપણે કદી જોયા પણ નથી હોતા!
નાનકડી ઘટના..પણ ઘણી મોતી વાત કહી જાય છે. ઘણાં વખત પહેલા..ડિસ્કવરી ચેનલ પર આ માનવ સહજ બંધાયેલી વર્તણૂક પર આખો ડીટેઇલમાં પ્રોગ્રામ આવ્યો હતો.
એટલેજ તો કહેવાય છે ને કે “તોડી નાખો ચશ્માં ફોડી નાખો લેન્સ! ને પછી આંખ મજબૂત કરો!”
ગૂડ પોઈન્ટ!
By: મુર્તઝા પટેલ- નેટ પર વેપાર! on February 21, 2011
at 5:42 pm
સરસ ,
કહેવત છે કે
‘આપ મુવા શિવાય સ્વર્ગે ન જવાય ‘
પોતે પોતાનો નિર્ણય લેવો જોઈએ , બીજા પર આધાર રાખ્યા શિવાય,
કદીક ચેતવણી ,કોઈએ આપી હોય તેનો પણ ક્યાસ કરવો ને નિર્ણય લેવો જોઈએ
By: praheladprajapati on February 22, 2011
at 12:27 am