એકવાર ચકીબહેન ઘઉં નો દાણો લઈને વહેલા ઘેર આવી ગયા. બરાબર ભૂખ લાગી હતી! ચકાએ હમણાં જ mobile પર કહ્યું કે ચોખાનો દાણો લાવતા મને વાર લાગશે! એટલે ચકીબહેને google પર જોયું કે ખીચડી બનાવવી છે પણ મારી પાસે ચોખા ના હોય તો બીજી કેવી રીતે બનાવી શકું! હા આ 2011 ની કાલ્પનિક reality છે!
જયારે હું વડોદરા MSU ની boys hostel માં રહેતો હતો ત્યારે મારા room માં ક્યારેક ‘સખી’ હોય તો ક્યારેક ‘મખી’ હોય! Interesting લાગે તેવી આ વાતમાં સહેજે confuse ના થશો – હું મારા રાંધણ કળા ના પ્રયોગો ની વાત કરું છું કે જયારે હું ખીચડી બનાવતા શીખ્યો ત્યારે તેની બે flavours મને ફાવવા લાગી (ખાતા તો ફાવતી જ હતી, બનાવતા પણ ફાવવા લાગી!) એ બે એટલે સાદી ખીચડી (સ.ખી.) અને મસાલા ખીચડી (મ.ખી.)! ખબર પડી? આજે આ યાદ કરવાનું કારણ….?
તરલા દલાલ અને સંજીવ કપૂર નું પાકશાસ્ત્ર પુસ્તક સ્વરૂપે હવે ઠેર ઠેર મળે છે (અમે India થી import કર્યું છે!). પણ વાંચતા-વાંચતા રાંધતા-રાંધતા પાનું ફરી જાય તો Coolie (1983) માં અમિતાભ બચ્ચન સાથે “યોગ omelete” જેવી હાસ્યાસ્પદ દુર્ઘટનાઓ ઘટે છે તેવી થવાની શક્યતા છે! એ સમજયા પછી તમે રાંધતા શીખવા માટે youtube તરફ વળી જશો! video જોઇને મોઢામાં પાણી આવી જાય તેવી વાનગી ની recipes print કરીને cooking console નજીક રાખવા માટે તમારે જે તે વાનગીનું નામ google કરવું પડે. બસ, ત્યાં થોડો અવકાશ હતો સુધારાનો જે google પૂરવા પ્રયત્ન કરી રહ્યું છે. આજે Google એ પોતાના helping hand ને વધુ extend કરીને તમારા ‘taste ને અનુરૂપ’ service આપવાની દિશામાં એક વધુ પગલું ભર્યું છે – હવે તે તમને રાંધવામાં પણ વધુ મદદ કરે છે!
આજે સવારે જ google blog પર વાંચ્યું કે હવે તમને વિશ્વભરની તમામ વાનગીઓ કે જેના માટે કોઈકે ક્યાંક કૈક net પર લખ્યું છે તે તેમાં રહેલ ingredients અને calories ની પસંદગી પ્રમાણે તમે google કરી શકશો! અને મેં તરતજ ‘અમારી’ (read bonus below) પ્યારી ખીચડી ને યાદ કરી. તમારા માટે મેં આ ખીચડી search કરી રાખી છે તે જોઈ જુઓ! અને પછી અહી comments માં તમારા recipe search ના અખતરા વિષે સ્વાદિષ્ટ વાતો કરીએ!
Bonus:
ગૃહલક્ષ્મી અન્નપૂર્ણા શ્રીમતીજી જયારે બે ત્રણ વાર પૂછે કે “આજે શું ખાવું છે?” ત્યારે હું બે standard જવાબ આપું છું – lunch ની વાત હોય તો “થોડી જલેબી અને પાતરા બનાવી દે, આજે દાળ-ભાત-શાક-રોટલી ખાવાની ઈચ્છા નથી!” અને dinner ની વાત હોય તો “ખીચડી“! (કારણ કે મને ખબર છે કે એને ખબર છે કે મને ખબર છે કે એણે શું બનાવવું તેનો માત્ર વિચાર નહિ પણ અડધી-પડધી તૈયારી પણ કરી દીધી છે પણ આ સંવાદ ગૃહસ્થજીવનની મીઠાશ છે!) એ મીઠાશ પ્રસરી ચૂકી છે અમારા ‘નાનકા’માં પણ – મમ્મી જો એને પૂછે કે શું ખાવું છે તો રોકડો જવાબ મળે છે – “ખીચડી”!
આજે સવારે એ lift ના દરવાજા બે વાર ખુલ્યા પણ કોઈએ પ્રવેશ કર્યો નહિ કારણ કે તેની ઉપર કોઈએ એક કાગળ લગાવેલ હતો – OUT OF ORDER (lift કામ કરતી નથી, બગડેલ છે!)
ત્રીજી વાર જયારે ફરી કોઈકે button દબાવ્યું અને એની એ જ liftએ ફરી દરવાજા ખોલ્યા ત્યારે મેં chance લેવાનું પસંદ કર્યું અને પછી બધાએ સાહસ કર્યું, અને સૌ-સૌની જગ્યાએ પહોંચ્યા! મને થયું કે આપણા જીવનમાં કેટલા નિર્ણયો આપણે એવા માણસોનું કહ્યું માનીને લેતા હોઈએ છીએ કે જેમને આપણી કઈ પડી નથી હોતી, જેમને આપણે કદી જોયા પણ નથી હોતા!
આ સાથે પ્રસ્તુત છે પ્રાથમિક તબક્કે અખતરા માટે તૈયાર ગુજરાતી Calendar નું Firefox Add-on! આ file (Firefox Add-on Format XPI File) Firefox Add-On તરીકે install કરતાં Firefoxની windows માં statusbar માં સન્ક્ષિપ્ત રૂપે આજની તારીખ વાર તિથી વગેરે વિગત જોવા મળશે. જેમકે ઉપર screen-shot દર્શાવે છે તેમ આજે (આ લખતી વખતે) તારીખ 22/12/2010 Wednesday માગશર વદ એકમ ને બુધવાર છે તે 1222W મા(ગશર)વ(દ)૧(એકમ)બુ(ધવાર) કે 1222W માવ૧બુ તરીકે statusbar માં દેખાય છે. એ ટૂંકાક્ષરિ લખાણ ના સમજાય તો તેના પર mouse hover કરતાં (“ધરી રાખતા!?”) tooltip તરીકે આખું લખાણ જોવા મળશે.
Disclaimer/ચેતવણી: આ add-on http://www.readgujarati.com ના google પર publicly share કરાયેલા calendar પર માહિતી માટે આધારિત છે (Thanks heaps, મૃગેશભાઈ of readgujrati.com for sharing and maintaining all this!) એટલે firefox ની દરેક નવી window open કરતી વખતે તે Internet Connection નો ઉપયોગ કરે છે જે તમારા Internet વપરાશ માં (‘નજીવું?’) યોગદાન આપે છે! અહી આ software AS IS આપવામાં આવ્યું છે અને વપરાશકર્તાએ પોતાના વિવેકથી જોખમો જાણીને વાપરવું કેમ કે તેના ઉપયોગ થી થઇ શકતા કોઈ પણ નુકસાન માટે હું જવાબદાર નથી. આ સાધનમાં સુધારાવધારા કરવા ઇચ્છનાર જાણકારોને email દ્વારા વિનંતીથી source code ઉપલબ્ધ કરાવી આપવામાં ખુશી સમજુ છું!
હંમેશા ગુજરાતી બચાવ માટે કહેવાય છે તેથી ઉલટુ કહું તો ગુજરાતી જોડણી ખોટી હોય તો દુઃખ થાય એટલું જ દુઃખ અંગ્રેજી જોડણી ખોટી હોય તો પણ થવું જોઈએ.
મને મારી ભાષા ગમે છે એટલી જ અંગ્રેજોને એમની ભાષા ગમતી હશે. કોઈ south Indian colleague ગુજરાતી બોલતી વખતે બધા શબ્દો સ્ત્રીલિંગમાં બોલે ત્યારે હાસ્યાસ્પદ લાગે અને ગુસ્સો પણ આવે તેમ આપણે અંગ્રેજી ભાષાનો કચરો કરીએ તે પણ એટલું જ ખરાબ છે.
ગુજlishમાં લખવાથી ઘણા શબ્દો (glass, bus, paper, time, bank, balance, school, cycle) ની વ્યુત્પત્તિ-સ્રોત-મૂળ, સાચી જોડણી અને ઉપયોગ વિષે સભાનતા કેળવાશે. ઘણીવાર તો આપણે રોજેરોજ એટલા બધા શબ્દો બીજી ભાષાઓમાંથી બોલતા હોઈએ છીએ અને પાછા એમ કહીએ કે મને તો એ ભાષાનો કક્કોય આવડતો નથી! (જેમકે આ રોજેરોજ કે ‘રોજ-બ-રોજ’ કદાચ ફારસી કે ઉર્દૂ ભાષાનો શબ્દ છે!).
બાળપણમાં રમતાં-રમતાં કોઈ અકળાઈને કોઈને કહે ‘શટાપ!’ (Shut-Up!) તો સામે તરત પૂછાતું -”શટાપનો spelling બોલ તો!”. એ સમયે જે મૂંઝવણ થતી તે આખી જિંદગી ન થાય તે માટે પણ એ ઉમરથી જ જેટલી ભાષાઓ ભણાવાતી હોય તેના શબ્દો લખાણમાં કે બોલચાલમાં વપરાય ત્યારે તેના મૂળ અર્થ અને જોડણી પરત્વે આવી સભાનતા કેળવવી જરૂરી માનું છું. (બીજું ઉદાહરણ: થુપ્પીસ-ટેમ્પ્લીઝ-time please)
એવું જ એ શબ્દોના સાચા ઉચ્ચારોનું છે. એમાં ઘણીવાર ગુજરાતી chinese noodles અને ગુજરાતી છોલે-ભટુરે જેવું ચાલે છે! ગુજરાતીમાં ઉચ્ચારો વિશે સાવધ રહીએ તેમ જ આ ઉછીના શબ્દો વિશે પણ રહેવું પડે! Foreign-return માટીડાઓ જયારે India-Rama-Yoga કરતા થઇ જાય ત્યારે આપણે કુતૂહલોપહાસ કરીએ છીએ પણ સામે પક્ષે આપણે બીજી ભાષાના શબ્દો મારી મચડીને બોલીએ ત્યારે એ જ પ્રતિક્રિયા માટે તૈયાર નથી હોતા!
Bonus:
Australia માં રહેણાંક વિસ્તારમાં રસ્તાની બાજુમાં તેલનો ૨૦ litre નો ખાલી ડબ્બો કે છૂટીછવાઈ RMD ની પડીકીઓ દેખાય તો એટલામાં કોઈ ગુજરાતી રહે છે તેમ માની લેવાનું!
નગારખાનામાં ‘તતુડી‘ ફૂંકે તો કોણ સાંભળે? (જવાબ: કોઈને ના સંભળાય!) પણ કહે છે ને કે संघे शक्ति कलौ युगे તેમ આખા stadium માં એકસાથે વાગતી ૩૦૦૦૦ થી વધુ આ તતુડીઓ FIFAના નાકમાં (અને TV પર આ રમત જોનારા ચાહકોના કાનમાં) દમ કરી દીધો છે. દલપતરામની કવિતામાં એક શરણાઈવાળો શેઠને રીઝવવા મથે છે એના કરતાં આ રસ્તે stadium માં મોંઘા ભાવની ticket ખરીદીને બેસેલા આટલા બધા ચાહકો એકતાસહ આ મધુરનાદ કરતા હોય તો એમનો એક અને નેક ઈરાદો એ હોઈ શકે કે જોજનો દૂર TV સામે બેસીને મજાથી ચા-નાસ્તા સાથે આરામથી matches જોવાના અભરખા રાખનારાઓને મોંઘા ભાવના TV અને sound system ખરીદવા બદલ પસ્તાવો થાય અને એ સતત યાદ રહે કે એ stadium પર રૂબરૂ match જોવા નથી ગયા!
આપણે ત્યાં સુરતમાં ૨૦૦૮માં શહાદતની રાત અને તાજીયા વિસર્જનના દિવસે વિસર્જન route પર જાહેરમાં પીપૂડી વેચવા કે વગાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવેલ હતો પણ દક્ષિણ Aftica નાં રમત-ગૌરવ તરીકે ઓળખાતા આ “ઉત્સાહપ્રેરક સરળ-લઘુ-ધ્વનીયંત્ર” ને FIFA Football WorldCup stadia માં પ્રવેશતાં અટકાવી શક્યું નથી!
Vuvuzela typically સરગમના પહેલા સ્વર ‘સા’ ને એકધારો વગાડી શકે છે. આ ‘સા’ સૂરને તેનું નામ ષડજ એટલે કે ગધેડા પરથી પડ્યું તે વાતનું કદાચ એકવીસમી સદીનું અનુસંધાન છે!
‘વૂ…’ ‘વૂ…’ જેવા આ એકધારા अहो ध्वनि ને લીધે એનું નામ પડ્યું છે. મારી એક colleagueએ તો આ અવાજને પોતાના mobile માં record કરી લીધો છે અને તેને morning alarm તરીકે વાપરે છે! આ વિશિષ્ટ અવાજ સાંભળવા માટે TV ચાલૂ કરવાની તસ્દી ના લેવી હોય તો અહી તેનો ત્રાસ માણી શકો છો! button દબાવવાની પણ તસ્દી ના લેવી હોય તો અહી આ પ્રોત્સાહક પ્રવૃત્તિ ને અંજલિ રૂપે બનાવેલ site પર જઈ શકો છો! અને તેમ કરતાં-કરતાં આ અવાજના પ્રેમમાં પડી જાઓ તો સતત તેને સાથે રાખવામાં iVuvuzela નામની mobile application તમારી મદદ કરી શકે છે! ઘણા લોકોએ કાન સંબંધી ફરિયાદો માટે doctors નાં કાન દુખાડવાના શરુ કરી દીધા છે પણ football પ્રેમીઓમાં આ વ્યાધિ TV મારફત ચેપી રોગ ની માફક જગતસમગ્રમાં ફરી વળે તેવી અત્યાધુનિક શક્યતાને નકારી શકાય નહિ!
રવિવારે સાંજે સભ્યતા societyના સંસ્કૃતિવિલાસ bungalowમાં ચિન્ટુના birthday ની ધૂમ મચી હતી, એના પપ્પા અનિકેતે આપેલી grand party માં ભેગા થયેલા બધા આનંદ મશગૂલ હતા. વર્ષોથી સંબંધો બનતા આવેલા તેમ દરેક ધર્મ અને પ્રાંત ના મિત્રો અને પડોશીઓને આમંત્રીને ચિન્ટુનો આ પાંચમો જન્મદિવસ ખાસ રીતે ઉજવવાની તેની મમ્મી પૂર્વાને ખૂબ હોંશ હતી. જાતજાત ના ખાણીપીણી, મીઠાઈઓ અને પકવાનો તૈયાર હતા અને મહેમાનો આવતા-વહેંત હસી-ખુશીના માહોલ માં જોડાઈ જતા હતા. બાળકોના આનંદ નો પાર નહોતો.
Cake કાપવાનો સમય થયો ત્યારે ચિન્ટુ ખૂણામાં બેસેલા તેના ખાસ મિત્ર ઈકબાલને બોલાવી લાવ્યો, પણ ઈકબાલ ઉદાસ દેખાતો હતો. ચિન્ટુ એ જાણવા મથતો હતો કે ઈકબાલ ઉદાસ કેમ હતો પણ ઇકબાલ કઈ બોલતો નહોતો. Cake કાપવાના સમયની અનિકેતે જાહેરાત કરી ત્યારે બધા આ બાળમિત્રોની આજુબાજુ ટોળે વળ્યા. થોડી શાંતિ છવાઈ ગઈ ત્યારે ડુસકા મિશ્રિત સ્વરમાં ઇકબાલ માંડ એટલું બોલી શક્યો – “चिंटू! परसों तू जब मेरे घर आया तब मैंने अपना Rocky मुर्गा दिखाया था ना, हम जिसके साथ पूरी दोपहर खेले थे! कल तेरे papa ने हमारी दुकानपे order दिया था. उस कोने में रखे plate में उसीका मुर्ग-मुसल्लम बनाके रख्खा है! आज उसका भी birthday था!”
"The things you own end up owning you" – Tyler Durden in Fight Club 1999 movie, screenplay by Jim Uhls, directed by David Fincher, novel by Chuck Palahniuk
આ આખેઆખી માણસજાત technology ના હાથે વપરાઈ નથી રહી? Internet હવે basic necessities માં ગણાય છે! Google એટલો data collect કરી રહ્યું છે અને સાથે સાથે તેનો processing power પણ વધી રહ્યો છે કે નેવુંના દશકની કોઈ sci-fi movie ના wicked computer જેવું તેનું ભવિષ્ય ભાખવું આસાન છે! મન થાય ત્યારે રીંગ વગાડીને રમકડા સમો mobile માણસની તમામ પ્રવૃત્તિઓને સ્થગિત કરીને તેની ઇન્દ્રિયસર્વને ક્ષણવારમાં પોતાના તરફ ખેંચી લે છે – માણસ mobile નો હરતોફરતો બંધાણી થઇ ગયો છે! હું એક એવા transition period માં જીવી રહ્યો છું કે જેમાં પ્રગતિ ને ઉર્ધ્વગતી કે અધોગતિ જેવા દિશાસૂચક વિશેષણો લગાડવા અશક્ય સમા છે અને તેની ઝડપ exponentially વધી રહી છે. છતાં કદાચ એને કરેલ programming ને કારણે દરેક યુગના સરેરાશ માણસની જેમ હું માત્ર મારા પોતાના ભવિષ્ય અને અંતની જ ચિંતા કરું છું – એથી આગળ નું નથી તો મને દેખાતું કે નથી મને તેની પરવા! દ્રષ્ટિ પણ વાળીને પાછી અહી જ આવશે અને કદાચ આ "સંસારચક્ર" અનંત અને અવિરત છે તેથી તેમાં વિશ્વાસ મુકીને મારો જીવનચાપ પૂરો કરું તેમ માની સંતોષ પામું છું પણ એટલી તો ખાતરી છે કે મારો ચાપ પૂરો થશે એટલું આ ચક્ર આગળ વધશે. મારો કદાચ એ જ role છે!
Melbourne ના વૈષ્ણવ સંઘ દ્વારા અહી ભાગવત સપ્તાહનું આયોજન હતું. સપ્તાહાંતે રાસ-ગરબા પણ હતા. અમારા સદનસીબે ધાર્મિકવૃત્તિના ગુજરાતી પાડોશીએ pass લઇ રાખવાનું સુચન કર્યું અને તેમની સાથે જ અમે ગયા શનિવારે ગયા પણ ખરા. નવું નવું ચાલતા શીખી રહેલા હર્ષિલને Vermount South માં આવેલા એ મસમોટા indoor sports complex ના વિશાળ polished wooden floor પર ભાગમભાગ કરવાની મજા મજા પડી ગઈ (અને મને તેનું video recording કરવાની!). કદાચ વધારે મજા તો એને બીજા બાળકો ને મસ્તી કરતા જોઇને આવી હશે, કારણ કે ત્યાર પછી થી એના તોફાનો થોડા વધ્યાં છે – એનો guilt (દોષ-ભાવ) જતો રહ્યો છે કે “આવી મસ્તી તો બધા કરે જ છે!”.
રવિવારે સાંજે પપ્પા-મમ્મી (ભલે આ શબ્દો અંગ્રેજી કે અન્ય ભાષા ના રહ્યા પણ મને વ્હાલી ગુજરાતી ભાષા શીખવાના અને તેને વ્હાલ કરવાના ગુણ આપનાર એમના માટે આ શબ્દો હું ગુજરાતી લીપીમાં જ લખીશ!) સાથે Skype પર chatting કરતાં તેમને હર્ષિલની દોડાદોડ ની એકાદ video મોકલવાનું મન થયું પણ file size જોતા તે મન મનાવી લેવું પડ્યું! થોડીકવાર પછી મારા Adelaide ના મિત્ર ગીરીશ પટેલ સાથે વાત થઇ ત્યારે તેને પણ એ video બતાવવામાં એ જ મુશ્કેલી નડે તેમ હતી ત્યાં મને એક વિચાર આવ્યો. ઘણીવાર પપ્પાને એમના laptop પર કઈ કામ કરવામાં તકલીફ પડે તો હું Skype ના Screen Sharing feature નો પ્રયોગ કરી તેમને ક્યાં click કરવું તેનું chatting દરમિયાન સૂચન આપી નાની નાની વાતો શીખવું છું. (“પપ્પા, મને ઘણીવાર એમ થાય છે કે તમને હું હવે મારી ઉમરના ત્રીસ વર્ષે technology શીખવું છું, પરંતુ technology સાથે હર્ષિલની પેઢી એટલી ઝડપથી આગળ વધે છે કે કદાચ દસેક વર્ષમાં હું તેની પાસેથી ઘણી વાતો શીખી શકીશ – જેમકે નવું gaming console કઈ રીતે operate કરવું, કે કદાચ મંગળ પર expeditionમાં ગયેલા તેના મિત્રો તરફ mediamate વડે ખમણ બનાવવાની રીત કઈ રીતે beam કરવી!”)
હવે, જો હું મારો આખો screen share કરું તો મારા screen પર ચાલતી video તે પણ જોઈ શકે. ગીરીશ સાથે chatting માં આ અખતરો successful રહ્યો એટલે ફરી પપ્પાને phone કરી વિનંતી કરીને skype chatting માં પાછા બોલાવ્યા! અને શનિવારે અને તે પહેલાં લીધેલાં ઢગલાબંધ નવા photos અને videos બતાવ્યાં. અલબત્ત, video નું પરિણામ (screen resolution) video download કરીને જોવા કરતાં બેશક ઉતરતી કક્ષાનું હતું પણ મજા એવી જ આવી! તરત ફેસલો!
આ trick ખરેખર સરળ છે અને કામ લાગે તેમ છે તેથી અહી લખવાનું મન થયું! થોડી વધારે માહિતી ગુજરાતીમાં ઉપલબ્ધ કરાવવાના હેતુથી …
તમારા computer screen પર તમને જે દેખાય છે તે જ વસ્તુ તમે જેની સાથે વાત કરી રહ્યા છો તેને પણ તે જ સમયે તે જ પ્રમાણે દેખાય (movements સાથે) તે માટે જયારે સ્ક્ય્પે પર તમારી વાત ચાલુ હોય ત્યારે call menu માંથી share > share your screen પર click કરવાથી તમે આખો screen કે તેનો અંશ સામેવાળા ના screen પર પ્રદર્શિત કરી શકો છો. બેશક આમાં internet (bandwidth) વધારે વપરાશે તેથી પોતાના ખર્ચે અને જોખમે આ પ્રયોગ કરવો!
PS: આજે પહેલીવાર WordPress blog પર email દ્વારા posting કરી રહ્યો છું.
Bonus: दिल तो बच्चा है जी – इश्किया २०१०
રાહત ફતેહ અલી ખાનનો નવો અવાજ અને નવા સાજ લઈને પણ હેમંતકુમાર ના કોઈ જૂના ગીત ની યાદ આપાવે તેવું સંગીત; accordion ના અદભૂત આરોહ અવરોહ માં સરકતી ગુલઝારની મુલાયમ કલમ; middle eastern percussion ની થાપ ના સથવારે મન ડોલાવતી હોય ત્યારે શબ્દો પર કદાચ ધ્યાન ના પણ જાય પણ જયારે પરદા પર રહીને પ્રૌઢ થયેલા નસીરુદ્દીન શાહ ને ઉમર ને અનુરૂપ role માં આખું ગીત ફાળવેલુ હોય તો તેમાં આવા સરળ શબ્દો પરોવીને ગીત લખાય ત્યારે अभी तो में जवान हूँ ગીતના આધુનિક વિકલ્પ જેવી આ અફલાતૂન રચના મળે! lyrics, music, composition to match the casting! Lyrics from A Lyrics Diary Film – Ishqiya (2010) Lyrics – Gulzar Singer(s) – Rahat Fateh Ali Khan Music Director : Vishal Bhardwaj
ऐसी उलझी नज़र उनसे हटती नहीं; दाँत से रेशमी डोर कटती नहीं
उम्र कब की बरस के सुफेद हो गयी; कारी बदरी जवानी की छटती नहीं
वल्ला ये धड़कन, बढ़ने लगी है; चेहरे की रंगत उड़ने लगी है
डर लगता है तनहा सोने में जी
दिल तो बच्चा है जी; दिल तो बच्चा है जी; थोडा कच्चा है जी; हाँ दिल तो बच्चा है जी
ऐसी उलझी नज़र उनसे हटती नहीं; दाँत से रेशमी डोर कटती नहीं
उम्र कब की बरस के सुफेद हो गयी; कारी बदरी जवानी की छटती नहीं
रा रा रा ..
किसको पता था पहलू में रक्खा; दिल ऐसा पाजी भी होगा
हम तो हमेशा समझते थे कोई; हम जैसा हाजी ही होगा
हाये जोर करे, कितना शोर करे; बेवजा बातों पे ऐंवे गौर करें
दिल सा कोई कमीना नहीं; कोई तो रोके, कोई तो टोके; इस उम्र में अब खाओगे धोखे; डर लगता है इश्क करने में जी
दिल तो बच्चा है जी; दिल तो बच्चा है जी; थोडा कच्चा है जी; हाँ दिल तो बच्चा है जी
ऐसी उदासी बैठी है दिल पे; हसने से घबरा रहे हैं
सारी जवानी कतरा के काटी; पीरी में टकरा गए हैं
दिल धड़कता है तो ऐसे लगता है वो; आ रहा है यहीं देखता ही न हो
प्रेम की मारे कटार रे; तौबा ये लम्हें कटते नहीं क्यूँ; आँखें से मेरी हटते नहीं क्यूँ; डर लगता है मुझसे कहने में जी
दिल तो बच्चा है जी; दिल तो बच्चा है जी; थोडा कच्चा है जी; हाँ दिल तो बच्चा है जी
હું Cricketનો આશિક નથી (અને આ હું બહુ ગર્વથી કહું છું!). જયારે જયારે કોઈ સાથી કાર્યકર Cricket અંગે વાત કાઢે અને હું કહું કે “I am not much into Cricket” ત્યારે તેને આશ્ચર્ય થયા વિના રહેતું નથી. પણ હું એને મારા quote જેવું આ વાક્ય કહી દઉં છું – “Yes, I know that an average Indian is a huge Cricket fan, but I chose to be an exception!” (દેશી તરજુમો: હું જાણું છું કે સરેરાશ ભારતીય Cricket ની રમતનો બહુ મોટો ચાહક હોય છે પણ મેં તેમાં અપવાદ બનવાનું પસંદ કર્યું!). મને Cricket નથી ગમતી તેમ નથી, અને તેથી વધુ એમ પણ કે મને Cricket ચાહકો નથી ગમતા તેમ પણ નથી પરંતુ અવારનવાર તક મળે ત્યારે તેમની સાથે Cricket-ચાહના ના ગેરફાયદાઓ વિષે હળવા mood માં ચર્ચા છેડી લઉં છું! 30+ માં સચિન પુરુષાર્થ અને પુરસ્કારના સર્વોત્તમ મેળની નિશાની સમી બેવડી સદી ફટકારે ત્યારે એ વિક્રમ મારા નામે થયો હોવાનું કલ્પી પોરસાવાનું એ દરેક સરેરાશ ભારતીયની જેમ મને પણ ગમે છે પણ scoreboard ની पलपलकी खबर રાખવાનું મને પોસાતું (પરવડતું) નથી!
આજે મારા શ્રીલંકન સહકાર્યકર રજીથ (હા, આપણે કદાચ રજત કહેવાનું પસંદ કરીએ પણ નામ ‘રજીથ’ (Rajith) જ છે!) એ સચિન તેંદુલકર કેવી રીતે શ્રીલંકા જઈને પોતાના કમરનું દર્દ મટાડી આવ્યો તેની વાત કરી. એણે કહ્યું કે સચિનની સારવાર કરનાર doctor allopathy નહિ પણ આયુર્વેદ જેવી કંઈ ઉપચાર પદ્ધતિ વાપરે છે. તે શ્રીલંકાના રાષ્ટ્રપતિનો અંગત doctor છે. તેણે આ ઉપચાર માટે હિમાલય થી દવાઓ મંગાવી હતી. પછી શ્રીલંકા (લંકા) નો reference લઈને મેં તેને એક analogy બતાવી. પાંચેક હજાર વર્ષ પહેલાં એ જ લંકામાં લક્ષ્મણ જયારે રામ-રાવણ ના યુદ્ધ માં મૂર્ચ્છિત થઇ ગયા હતા ત્યારે રાવણ ના અંગત વૈદ્ય પાસે ઉપચાર કરાવ્યો હતો અને તેના માટે હનુમાન પોતે છેક હિમાલયથી સંજીવની બૂટી (પર્વતસહીત!) લાવ્યા હતા તે વાત પ્રસિદ્ધ છે.
Bonus:
નોકરી ખોવા અને મેળવવા ના ઘટનાક્રમ દરમીયાન સૂઝેલ આવો જ મારો અન્ય એક quote:
If only one in a million gets lucky, why just can’t I be that one?
દેશી તરજુમો: જો લાખો માં એક જ નસીબદાર હોય તો એ હું કેમ ના જ હોઈ શકું?
તાજી ટીપ્પણીઓ